Wednesday, 7 December 2011

















એક છોકરી સાસરે વઈ ગઈ,
કાલ ની દીકરી આજ વહુ થઇ ગઈ., 
ગઈ કાલે જલસા કરતી છોકરી
હવે સાસરીયા ની સેવા કરતી થઇ ગઈ., 
કાલની ડ્રેસ ને જીન્સ પેહરતી છોકરી
આજ સાડી પેહરતી થઇ ગઈ.,
પિયર માં વેહતી ચંચલ નારી
સાસરી માં ધીર-ઘમ્ભીર થઇ ગઈ.,
રોજ જલસા થી પૈસા વાપરતી છોકરી
આજે શાક-ભાજી ના ભાવ કરાવતી થઇ ગઈ.,
કાલ સુધી Scooty ફૂલ સ્પીડ એ ચલાવતી છોકરી
આજ bike માં પાછળ બેસતી થઇ ગઈ..!

ગઈ કાલ સુધી ૩ વખત બિન્દાસ જમતી છોકરી
આજે ૩ વખત જમવાનું બનાવતી થઈ ગઈ.,
હમેશા પોતાનું ધાર્યું કરતી છોકરી
આજે પતિને પૂછી ને કરતી થઇ ગઈ.,

મમ્મી પાસે કામ કરાવતી છોકરી
આજે સાસુ નું કામ કરતી થઇ ગઈ., ♥
બેન-ભાઈ સાથે લડતી છોકરી
નણંદ નું માન કરતી થઇ ગઈ.! ♥

ભાભી સાથે મજાક કરતી છોકરી
જેઠાની નું આદર કરતી થઇ ગઈ,
પિતા ની અંખ નું પાણી
આજ સસરા ના ગ્લાસ નું પાણી થઇ ગઈ..!
ને તો પણ લોકો કહે છે કે
-વાહ અમારી દીકરી તો સાસર્યામાં લહેર કરતી થઇ ગઈ..! ♥♥♥

No comments:

Post a Comment